સ્વરૂપ સંપત | |
---|---|
જન્મ | ૩ નવેમ્બર ૧૯૫૮ ભારત |
અભ્યાસ સંસ્થા |
સ્વરૂપ સંપત (જન્મ ૩ નવેમ્બર ૧૯૫૮) એ એક ભારતીય અભિનેત્રી છે. તેમણે નરમગરમ જેવી અનેક હિન્દી ફીલ્મોમાં અભિનય કર્યો છે.[૧] તેમણે ૧૯૭૯માં મિસ ઈન્ડિયા પ્રતિયોગિતા જીતી હતી[૨] અને ૧૯૭૯ની મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.[૩]
સ્વરૂપે યુનિવર્સીટી ઑફ વોરસેસ્ટરમાંથી શિક્ષણ વિષય પર પીએચ.ડી. કર્યું હતું[૪][૫]. તેમણે શીખવાની અક્ષમતા કે અલ્પક્ષમતા ધરાવતા બાળકોને નાટક દ્વારા જીવન કૌશલ્ય શીખવાડવાના વિષય પર મહાનિબંધ લખ્યો હતો.[૬]
દૂરદર્શન પર આવતી હાસ્ય ધારાવાહિક યે જો હૈ જીંદગી દ્વારા સ્વરૂપ સંપત ખૂબ ખ્યાતિ પામ્યા હતા. આ ધારાવાહિકમાં તેમણે સફી ઈનામદારની પત્નીની ભૂમિકા ભજવી હતી. યે જો હૈ જીંદગીની સ્ક્રીપ્ટ તેમને ગમી જવાથી તેમણે તે સમયની એક અન્ય ધારાવાહિક કરવાની ના પાડી હતી. તેમણે કમલ હસન - રીના રૉય અભિનિત ફીલ્મ કરિશ્મામાં બિકીની ધારણ કરી હતી.
તેમણે શ્રીંગાર કુમકુમ કંપની માટે મોડેલિંગ કર્યું હતું. તેઓ અપંગ બાળકોને અભિનય શીખવાડે છે.
તેઓ ભારતભરમાં પ્રવાસ કરી શિક્ષકો માટે કાર્યશાળા યોજે છે. જેથી બાળકોને શિખવાડી શકાય.[૭]
તેમને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બાળકોના શિક્ષણ માટેની યોજનાના પ્રમુખ નીમ્યા હતા.[૮]
સ્વરૂપના લગ્ન પરેશ રાવલ સાથે થયા છે.[૯] તેઓ તેમના પતિ સાથે નાટકો લખી તેમાં અભિનય પણ કરે છે. તેમને બે બાળકો છે અનિરુદ્ધ અને આદિત્ય.
ફિલ્મ | પાત્ર |
વર્ષ |
---|---|---|
નરમ ગરમ |
કુસુમ | ૧૯૮૧ |
નાખુદા |
સોનિયા ગુપ્તા | ૧૯૮૧ |
સવાલ | રેશમી સિંગ | ૧૯૮૨ |
હિંમતવાલા | પદ્મા | ૧૯૮૩ |
લોરી | સુમન | ૧૯૮૪ |
કરિશ્મા | સપના | ૧૯૮૪ |
સાથિયા | શાન્તિ | ૨૦૦૨ |
સપ્તપદી |
સ્વાતી સંઘવી | ૨૦૧૩ |
કી ઍન્ડ કા | કીઆની મા | ૨૦૧૬ |