સ્વિસ બેંક ના નામે જાણીતી સ્વિત્ઝરલેન્ડ ની બેંકો એ સામાન્ય બેંકો કરતા થોડું અલગ બંધારણ ધરાવતી બેંકો છે.
આમતો સ્વિસબેંકો ૧૯૩૦ નાં અગાઉ થી બેંકીગ કરતી રહી છે. પણ ૧૯૩૪ થી આ સ્વિસબેંકો લોકો નાં ધ્યાનમાં વિશેષ આવી જ્યારે સ્વિત્ઝરલેન્ડની સંસદે બેંકીગને લગતા કેટલાક કાયદાઓ બનાવ્યા. મુળ વાત એમ હતી કે બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન હિટલર યુધ્ધ માટે કેટલાક ધનવાન યહૂદી વેપારીઓ તેમજ શાહુકારોના બેંકના ખાતા ની માહીતી મેળવીને તેમનુ ધન બળજબરી પુર્વક મેળવી લેવા માંગતો હતો, વળી સ્વિત્ઝરલેન્ડની આર્થીક પરીસ્થીતી આ બેંકો પર આધારીત હતી તેથી. તેમણે સ્વિસ બેંક એક્ટ કાયદો બનાવ્યો કે બેંકના કોઇ પણ ખાતેદારની માહીતી જાહેર થઇ શકે નહી, તેમજ તેનાં નફા અને નુકસાન ની જાહેરાત તેમજ ચકાસણી થઇ શકે નહીં અને આ કાયદાને વિશ્વનાં ઘણા દેશોએ સમર્થન આપ્યુ. અને ત્યાંના વેપારીઓ તેમજ શાહુકારો તે બેંકોમા પોતાની સંપતી મુકવા લાગ્યા.ખુદ હિટલરે ૧૯૩૯ થી ૧૯૪૫ દરમ્યાન લગભગ ૨,૩૦૦ કરોડ ડોલર નું સોનું બેંક માં મુક્યુ હતુ.
લગભગ છેલ્લે ૧૯૮૭ માં મળેલી ગુપ્ત માહીતી મુજબ આ બેંકોમા નીચે મુજબ