લેખક |
|
---|---|
ભાષા | અંગ્રેજી |
પ્રકાશક | નો સ્ટાર્ચ પ્રેસ |
પ્રકાશન તારીખ | ૨૦૦૮ |
પાનાં | ૫૩૬ |
ISBN | 9781593271763 |
હાઉ વિકિપીડિયા વર્ક્સ (એન્ડ હાઉ યુ બીકમ પાર્ટ ઓફ ઇટ), (૨૦૦૮) એ ફોએબ આયર્સ, ચાર્લ્સ મેથ્યુઝ અને બેન યેટ્સનું પુસ્તક છે. તે વિકિપીડિયા વિશ્વકોશનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ યોગદાન આપવું તે સંબંધિત "વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, રોજિંદા વિશેષજ્ઞો અને પ્રશંસકો" પર કેન્દ્રિત પુસ્તક છે. તે શિક્ષકો, વપરાશકર્તાઓ અને સંશોધકો માટે વિશિષ્ટ વિભાગો પ્રદાન કરે છે.[૧]
હાઉ વિકિપીડિયા વર્ક્સ (એન્ડ હાઉ યુ બીકમ પાર્ટ ઓફ ઇટ) એ નો સ્ટાર્ચ પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે તેમની ટેકનિકલ હાઉ-ટુ બુક્સની શ્રેણીનો એક ભાગ છે. પુસ્તક મૂળરૂપે જીએનયુ ફ્રી ડોક્યુમેન્ટેશન લાઇસન્સ હેઠળ પ્રકાશિત થયું હતું. પ્રકાશન સમયે વિકિપીડિયાને પણ જીએફડીએલ હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પુસ્તકને સીસી બીવાય-એસએ હેઠળ પુનઃ લાઇસન્સ આપવામાં આવ્યું છે, જેનો વિકિપીડિયા હાલ ઉપયોગ કરે છે.[૨] તે સંદર્ભ કાર્ય તરીકે બનાવવામાં આવ્યું હતું અને તેમાં દરેક વિભાગ માટે વિગતવાર ગ્રંથસૂચિ છે.