હિમેશ રેશમિયા | |
---|---|
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | હિમેશ રેશમિયા |
અન્ય નામો | હિમેશ |
મૂળ | ગુજરાત |
શૈલી | ભારતીય ફીલ્મ, સુગમ સંગીત, સૂફી, રોક |
વ્યવસાયો | સંગીતકાર, ગાયક, અભિનેતા, નિર્માતા |
વાદ્યો | ગિટાર, ડ્રમ, ઢોલક, બોન્ગો, તબલા |
સક્રિય વર્ષો | ૧૯૯૧ - હાલ |
રેકોર્ડ લેબલ | ટી-સીરીઝ |
સંબંધિત કાર્યો | સા રે ગ મ પ ચેલેન્જ ૨૦૦૫ સા રે ગ મ પ ચેલેન્જ ૨૦૦૭ સા રે ગ મ પ ચેલેન્જ ૨૦૦૯ (ઝી ટીવી) મ્યુઝીક કા મહા મુકાબલા (સ્ટાર પ્લસ) |
હિમેશ રેશમિયા (જન્મ: ૨૩ જુલાઇ, ૧૯૭૩) [૧][૨] એક ભારતીય સંગીતનિર્દેશક, સંયોજક, પાર્શ્વગાયક અને અભિનેતા છે.
હિમેશ રેશમિયાનો જન્મ ભારતનાં મહારાષ્ટ્રનાં મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો. તેઓ મૂળ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાનાં મહુવા ગામ સાથે સંબંધ ધરાવે છે. તેઓ ભારતીય ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીતનિર્દેશક તરીકે ૨૦૦૩માં ફિલ્મ 'તેરે નામ'થી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી 'આશિક બનાયા આપને' ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી. તેમના ગીતો જેવાં કે, 'તેરા સુરૂર', 'ઝરા ઝૂમ ઝૂમ' અને 'તનહાઇયાં' ખૂબ જ લોકપ્રિય થયા છે. આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ 'આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી' સફળ થઈ હતી. જો કે ત્યાર પછી આવેલી બે ફિલ્મોને સારો પ્રતિભાવ મળ્યો ન હતો.
ઑગસ્ટ ૨૦૧૦માં એવી ઘોષણા કરવામાં આવી હતી કે હિમેશ રેશમિયાના અંગ્રેજી સંગીત આલ્બમનું ચિત્રીકરણ જાણીતા વિડીઓ દિગ્દર્શક રોમન વ્હાઈટ કરશે અને તેમનો આલ્બમ માર્ચ ૨૦૧૧માં ૧૨૨ દેશોમાં એકસાથે પ્રસિદ્ધ થશે. તેઓ વેમ્બલી અરિના અને એમ્સટરડેમના હેનીકેન સંગીત હોલમાં પ્રદર્શન કરનારા પ્રથમ ભારતીય ગાયક બન્યા હતા.[૩]
સંગીતનિર્દેશક બનતાં પહેલા, હિમેશે ઝી ટીવી માટે 'અમર પ્રેમ' અને 'અંદાઝ' સહિત અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કર્યુ છે. આ બન્ને શ્રેણીઓનાં ટાઇટલ ગીતમાં પણ તેમણે સંગીત આપ્યું હતું. ઝી ટીવીની સા રે ગ મ પ ચેલેન્જ રાઉન્ડમાં નિર્ણાયક અને સંવર્ધક તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ૨૦૦૭ની શ્રેણીમાં તેઓ વિજયી રહ્યા હતા.
અભિનેતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ 'આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી'માં હિમેશે બૉની કપૂરની સુચિત ફિલ્મ 'મિલેંગે મિલેંગે'માંથી એક ગીત 'તનહાઇયાં' ઉમેર્યુ છે.[૪] આ પહેલા હિમેશે તે ગીત બૉની કપૂરની ફિલ્મ માટે તૈયાર કર્યુ હતું, પરંતુ પછી તેમણે તેને પોતાની ફિલ્મમાં વાપરવાનું નક્કી કર્યુ. 'આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી'ના અધિકારો ટી-સિરિઝ પાસે જવાથી ટિપ્સ મ્યુઝિક કંપનીએ હિમેશ રેશમિયા પર નકલ અધિકાર ભંગનો આરોપ મૂક્યો હતો કેમકે ટિપ્સ પાસે 'મિલેંગે મિલેંગે'નાં સંગીત અધિકારો હતા.[૫] જોકે, હિમેશે એમ કહી પોતાનો બચાવ કર્યો હતો કે, આ ગીત તેણે બૉની કપુરને સંભળાવ્યું હતું પણ તેનો 'મિલેંગે મિલેંગે'માં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, આ બાબતમાં તે સાત મહિના સુધી બૉનીના સંપર્કમાં હતા છતાં કોઇ પરિણામ ન આવવાને કારણે તેમણે તે ગીત પોતાની ફિલ્મમાં લેવાનુ નક્કી કર્યુ હતું.[૬] આખરે, હિમેશે માફી માગ્યા બાદ જુન ૨૦૦૭માં તેઓ વચ્ચે સમાધાન થયું.[૭]
હિમેશે ૨૦૦૬માં 'આશિક બનાયા આપને' માટે ફિલ્મફૅર શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક પુરસ્કાર જીત્યો હતો. સંગીતનિર્દેશન માટે પણ તેમણે ઘણાં નામાંકનો મેળવ્યા છે.[૮]
૨૧ વર્ષની ઉંમરે હિમેશે કોમલ સાથે લગ્ન કર્યા હતા. તેમને સ્વયમ નામે એક પુત્ર છે, જે ૧૯૯૬માં જન્મ્યો હતો.[૯] તેમનાં માતા-પિતા સહિત આખું કુટુંબ જાહેર માધ્યમોથી દૂર રહે છે.[૯]
વર્ષ | આલ્બમ | નોંધો |
૨૦૧૩ | @ ધ એજ | હોલ્ડ પર ઇંગ્લીશમાં પ્રથમ આલ્બમ |
૫ ડિસેમ્બર ૨૦૧૬ | આપ સે મૌસિક્વી | ૨ ડી સ્ટુડિયો આલ્બમ, સમગ્ર આલ્બમ ૫ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. |
૧૯ જાન્યુઆરી ૨૦૦૬ | આપ કા સુરૂર | ગાયક તરીકે પ્રથમ આલ્બમ |
૧ ઓક્ટોબર ૨૦૦૩ | તેરા મેરા દિલ | સલમાન ખાનનાં ગીત "હની હની"ના મ્યુઝિક વિડીયોમાં દેખાયા હતા |
ઓગસ્ટ ૧૯૯૫ | જિંદગી | સુચિતા કૃષ્ણમૂર્તિ દ્વારા સુગંધ સુધાકર શર્માનાં ગીતો |
ઓગસ્ટ ૧૯૯૪ | અંદાજ | સુભાષ શર્મા દ્વારા સુરેશ વાડકર અને કુમાર સાનુનાં ગીતો |
વર્ષ | ફિલ્મનું નામ | ભૂમિકા | નોંધ |
---|---|---|---|
૨૦૦૭ | 'આપ કા સુરૂર - ધ રિયલ લવ સ્ટોરી' | એચ.આર. | |
૨૦૦૮ | 'કર્ઝ' | મૉન્ટી ઑબેરોય | |
૨૦૦૯ | 'રૅડિયો' | વિવાન શાહ | |
૨૦૧૦ | 'કજરારે' | રાજીવ બહલ | |
૨૦૧૧ | 'ઇશ્ક અનપ્લગ્ડ' | સમીર | ફિલ્માંકન હેઠળ |
'અ ન્યુ લવ લિસ્ટરી | ફિલ્માંકન હેઠળ | ||
'મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે' | ફિલ્માંકન હેઠળ | ||
'તેરે બિના જિયા નહીં જાયે' | કરસનલાલ ત્રિકમલાલ ગાંધી, આકાશ પટેલ |
મુલતવી | |
૨૦૧૨ | 'ખિલાડી ૭૮૬' | 'મનસુખ દેસાઈ' | |
૨૦૧૩ | અ ન્યૂ લવ સ્ટોરી | સિકંદર | |
૨૦૧૪ | 'ધ એક્સપોઝ' | રવિ કુમાર | |
૨૦૧૬ | 'તેરા સુરુર' | રઘુ |
...જ્યારે દેશનો આધુનિક ગાયક સિતારો ૩૬ વર્ષનો થાય છે.