હેન્ડર્સન વેવ્સ, સિંગાપોર

હેન્ડર્સન વેવ્સ, સિંગાપોર

હેન્ડર્સન વેવ્સ (અંગ્રેજી:Henderson Waves) એ સિંગાપોર ખાતે બાંધવામાં આવેલો લાંબા અંતરનો પુલ છે, જે માત્ર પગે ચાલીને જવા માટે વાપરવામાં આવે છે. આ પુલની લંબાઈ ૨૭૪ મીટર (૮૯૯ ફૂટ) જેટલી છે[]. આ પુલ હેન્ડર્સન માર્ગ (Henderson Road)ની ઉપર ૩૬ મીટર (૧૧૮ ફૂટ) જેટલી ઊંચાઈ પર બાંધવામાં આવેલ છે, જે સિંગાપોર ખાતેનો સૌથી વધારે ઊંચાઈ પર આવેલો પગે ચાલીને જવા માટેનો પુલ છે. આ પુલ સિંગાપોરના માઉન્ટ ફેબર પાર્ક (Mount Faber Park), ટેલોક બ્લાન્ઘ હીલ પાર્ક (Telok Blangah Hill Park)નામના બગીચાઓને એકબીજા સાથે જોડે છે. આ પુલનું નિર્માણકાર્ય ઈ. સ. ૨૦૦૮ના વર્ષમાં આઈ.જે.પી. કોર્પોરેશન, લંડન (IJP Corporation, London) અને આર.એસ.પી. આર્કિટેક્ટસ પ્લાનર એન્ડ એન્જિનીયર્સ, સિંગાપોર (RSP Architects Planners and Engineers (PTE) ltd Singapore) દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.

સર્પાકાર દેખાતો આ પુલ સાત વલયાકાર સ્ટીલની પટ્ટીઓથી બનેલી ભુંગળી વડે બનાવવામાં આવેલ છે. અહીં થાકી જવાય ત્યારે બેસવા માટે બેઠકો (બેન્ચીસ) રાખવામાં આવેલ છે. આ પુલ એલઈડી (LED) લાઈટ વડે સજાવવામાં આવેલ છે, જે દરરોજ રાત્રે ૭ વાગ્યાથી બે વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે છે[].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Henderson Waves". Urban Redevelopment Authority. મૂળ માંથી 2014-04-17 પર સંગ્રહિત. મેળવેલ 2014-06-01.
  2. "Henderson Waves". National Parks Board. મૂળ માંથી 2014-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2014-06-01.