![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
૨જી (2G) સ્પેક્ટ્રમ કૌભાંડ માં ભારત સરકારના અધિકારીઓ સામેલ હતા જેમણે મોબાઇલ ટેલિફોની કંપનીઓ પાસેથી ફ્રિકવન્સીની ફાળવણીના લાઇસન્સ માટે ઓછો ચાર્જ લીધો હતો. સેલ ફોન્સ માટે ટુજી (2G) ગ્રાહકો ઉભા કરવા માટે મોબાઇલ કંપનીઓ દ્વારા લાઇસન્સનો ઉપયોગ થવાનો હતો. થ્રીજી (3G) લાઇસન્સધારકો પાસેથી એકત્ર કરવામાં આવેલા નાણાંના આધારે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે સરકારને થયેલું નુકસાન ₹૧,૭૬,૩૭૯ crore (US$૨૩ billion)નું હતું. ટુજી (2G) લાઇસન્સ ફાળવવાની પ્રક્રિયા 2008માં થઈ હતી, પરંતુ ભારતીય આવકવેરા વિભાગે રાજકીય લોબિસ્ટ નીરા રાડિયા સામે તપાસ શરૂ કરી અને ભારતીય સુપ્રીમ કોર્ટે સુબ્રમણિયમ સ્વામીની ફરિયાદો ધ્યાને લીધી ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું હતું.
2008માં આવકવેરા વિભાગે, ગૃહ મંત્રાલય અને પીએમઓ (PMO) (વડાપ્રધાન કાર્યાલય) પાસેથી આદેશ મેળવ્યા બાદ નીરા રાડિયાના ફોન ટેપ કરવાની શરૂઆત કરી હતી. આ કામગીરી એક ચાલુ તપાસના સંદર્ભમાં કરવામાં આવી હતી, જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે નીરા રાડિયા એક જાસૂસ તરીકે કામ કરી રહ્યા હતા[૧].
300 દિવસ કરતા વધુ સમય સુધી તેમની વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી જેમાંથી કેટલીક વાતચીત મિડિયામાં લીક થઈ (બહાર આવી ગઇ) હતી. લીક થયેલી ટેપ વિશેનો વિવાદ મિડિયામાં રાડિયા ટેપ વિવાદ તરીકે જાણીતો થયો હતો. આ ટેપ્સમાં રાજકારણીઓ, પત્રકારો અને કોર્પોરેટ ગૃહો વચ્ચેની કેટલીક વિસ્ફોટક વાતચીતનો સમાવેશ થતો હતો. કરુણાનિધિથી લઇને અરૂણ જેટલી સુધીના રાજકારણીઓ,[સંદર્ભ આપો] બરખા દત્ત અને વીર સંઘવી જેવા પત્રકારો અને ટાટા જેવા ઔદ્યોગિક જૂથનો આ વિસ્ફોટક ટેપ્સમાં સમાવેશ થાય છે અથવા તેમનો ઉલ્લેખ થયો છે.
લાઇસન્સ વેચવાની પ્રક્રિયા તરફ ચાર પ્રકારના લોકોનું ધ્યાન ગયું હતું. રાજકારણીઓ, જેઓ લાઇસન્સ વેચવાની સત્તા ધરાવતા હતા, અધિકારીઓ જેઓ નીતિવિષયક નિર્ણયો લાગુ પાડતા હતા અને તેના પર પ્રભાવ ધરાવતા હતા, કંપનીઓ જેઓ લાઇસન્સ ખરીદી રહી હતી અને મિડિયા વ્યાવસાયિકો જેઓ રાજકારણીઓ અને કંપનીઓ વચ્ચે એક અથવા બીજા હિત ધરાવતા જૂથ વતી મધ્યસ્થી બન્યા હતા.
એ. રાજાએ ટુજી (2G) સ્પેક્ટ્રમ લાઇસન્સનું વેચાણ તેના બજાર મૂલ્ય કરતા નીચા ભાવે કર્યું હતું. ઓછી મિલકત ધરાવતી નવી કંપની સ્વાન ટેલિકોમ ₹૧,૫૩૭ crore (US$૨૦૦ million)માં લાઇસન્સ ખરીદ્યું હતા.[૯] ત્યાર બાદ તરત કંપનીના બોર્ડે કંપનીનો 45% હિસ્સો એટીસલાટને ₹૪,૨૦૦ crore (US$૫૫૦ million)માં વેચ્યો હતો. તેવી જ રીતે અગાઉ ટેલિકોમમાં નહીં, પરંતુ રિયલ એસ્ટેટમાં રોકાણ ધરાવતી કંપની યુનિટેક ગ્રૂપએ ₹૧,૬૬૧ crore (US$૨૨૦ million)માં લાઇસન્સની ખરીદી કરી હતી અને કંપનીના બોર્ડે તરત વાયરલેસ ડિવિઝનમાં 60% હિસ્સો ₹૬,૨૦૦ crore (US$૮૧૦ million)માં ટેલિનોરને વેચી નાખ્યો હતો.[૯] લાઇસન્સ વેચાણની પ્રક્રિયા એવી હતી જેમાં લાઇસન્સ બજાર મૂલ્ય પર વેચવામાં આવ્યા હતા, અને લાઇસન્સ તરત અત્યંત ઉંચા નફા સાથે ફરી વેચાયા હતા જે દર્શાવે છે કે વેચાણકર્તા એજન્ટોએ બજાર મૂલ્યથી નીચા ભાવે લાઇસન્સનું વેચાણ કર્યું હતું.
નવ કંપનીઓએ લાઇસન્સ ખરીદ્યા હતા અને સામુહિક રીતે તેમણે સંદેશાવ્યવહાર અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ટેલિકોમ્યનિકેશન્સ ડિવિઝનને ચૂકવણી કરી હતી₹૧૦,૭૭૨ crore (US$૧.૪ billion).[૯] લાઇસેન્સિંગ માટે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા અપેક્ષિત રકમ ₹૧,૭૬,૭૦૦ crore (US$૨૩ billion) હતી.[૧૦]
ઓપન (OPEN) અને આઉટલૂક જેવા મિડિયા સૂત્રોએ અહેવાલ આપ્યો હતો કે બરખા દત્ત અને વીર સંઘવી જાણતા હતા કે નીરા રાડિયા એ. રાજાના નિર્ણયો પર પ્રભાવ પાડી રહ્યા હતા.[૧૧] ટીકાકારોનો આરોપ છે કે દત્ત અને સંઘવી સરકાર અને મિડિયા ઉદ્યોગ વચ્ચેના ભ્રષ્ટાચાર વિશે જાણતા હતા, તેમણે આ ભ્રષ્ટ પ્રવૃત્તિને ટેકો આપ્યો અને ભ્રષ્ટાચાર બહાર આવવા અંગેના અહેવાલો દબાવી દીધા હતા.[૧૧]
જાહેરમાં લીક થયેલી ટેપ્સમાં નીરા રાડિયા અને રતન ટાટા વચ્ચેની વાતચીતનો સમાવેશ થતો હતો. ટાટાએ સરકારને અરજી કરીને ખાનગીપણાના અધિકારને જાળવવા જણાવ્યું અને અરજીમાં ઉત્તરદાતા તરીકે લીક માટે ગૃહ મંત્રાલય, સીબીઆઇ (CBI), ભારતીય આવકવેરા વિભાગ, સંદેશાવ્યવહાર મંત્રાલય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગની જવાબદારી નક્કી કરવા માંગણી કરી હતી.[૧૨]
નવેમ્બર 2010માં જયલલિતાએ તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી એમ કરુણાનિધિ સામે એ. રાજાને ભ્રષ્ટાચારના આરોપો સામે રક્ષણ આપવાનો આરોપ મૂક્યો અને એ. રાજાના રાજીનામાની માંગણી કરી.[૧૩] નવેમ્બરના મધ્ય સુધીમાં એ. રાજાએ રાજીનામું આપી દીધું હતું.[૧૪]
નવેમ્બરના મધ્યમાં કમ્પ્ટ્રોલર વિનોદ રાયે યુનિટેક, એસ ટેલ, લૂપ મોબાઇલ, ડેટાકોમ (વિડિયોકોન), અને એટીસલાટને કારણદર્શક નોટિસ ફટકારી અને આ કંપનીઓને આપવામાં આવેલા તમામ 85 લાઇસન્સમાં અરજી વખતે આવશ્યક અપ-ફ્રન્ટ નાણાં ચૂકવવામાં આવ્યા ન હતા અને બીજી રીતે પણ તે ગેરકાયદે હતા તેવા તેમના વલણનો જવાબ આપવા કહ્યું હતું.[૧૫] કેટલાક મિડિયા સૂત્રોએ ધારણા કરી હતી કે આ કંપનીઓને જંગી દંડ કરવામાં આવશે, પરંતુ તેમના લાઇસન્સ રદ કરવામાં નહીં આવે, કારણ કે તેઓ હાલમાં કેટલાક ગ્રાહકોને સેવા આપે છે.[૧૫]
વિવિધ આરોપોનો જવાબમાં ભારત સરકારે ત્યારના ટેલિકોમ મંત્રી એ. રાજાની જગ્યાએ કપિલ સિબલને મંત્રી બનાવ્યા જેમણે માનવ સંસાધન વિકાસ મંત્રાલય ઉપરાંત વધારાનો હવાલો સંભાળ્યો હતો.સિબલે જણાવ્યું હતું કે જે “કથિત” નુકસાનીનો અંદાજ દર્શાવાયો છે તે ખામીયુક્ત છે અને તેમણે દાવો કર્યો હતો કે વાસ્તવિક નુકસાન શૂન્ય છે.[૧૬] [૧૭]
|url=
(મદદ); |access-date=
requires |url=
(મદદ)
તહેલકાનું જાન્યુઆરી 2011નું ઇન્ફોગ્રાફિક જેમાં કૌભાંડની સમજણ આપવામાં આવી સંગ્રહિત ૨૦૧૨-૦૯-૨૫ ના રોજ વેબેક મશિન