૨૦૦૨ ગુજરાત હિંસા | |||
---|---|---|---|
દુકાનો અને ઘરોના સળગવાથી ધુમાડાવાળું થયેલ અમદાવાદ નું આકાશ | |||
તારીખ | 27 February 2002 જુન 2002 | –||
સ્થળ | ગુજરાત, ભારત | ||
કારણો | ગોધરા ખાતે ટ્રેનમાં આગ | ||
નુકશાન | |||
|
2002 ગુજરાત હિંસા એ ઘટનાઓની હારમાળા છે. તેમાં ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ ભાગમાં આવેલ ગોધરા ખાતે ટ્રેન સળગવાનો અને ત્યારબાદ ગુજરાતના અન્ય ભાગોમાં થયેલ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાનો સમાવેશ થાય છે.
27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા ખાતે મુસ્લિમ ટોળા એ સાબરમતી એક્ષ્પ્રેસના ડબ્બાને આગ લગાડી હતી.[૨][૩][૪][૫] અયોધ્યાથી પરત ફરી રહેલા 58 યાત્રી હુમલામાં મૃત્યુ પામ્યા. તેના કારણે બીજે દિવસે મુસ્લિમો સામે અને ત્યારબાદ બંને કોમ વચ્ચે હિંસા અને હુલ્લડો શરુ થયા જે જુન મહિનાના મધ્ય સુધી ચાલ્યા. તેમાં 790 મુસ્લિમ અને 254 હિંદુ મૃત્યુ પામ્યા અને અન્ય 223 વ્યક્તિ ખોવાયેલ જાહેર થયા.[૧][૬] 536 ધાર્મિક સ્થળોને નુકશાન થયું જેમાં 273 દરગાહ, 241 મસ્જિદ, 19 મંદિરો અને 3 દેવળનો સમાવેશ થાય છે. [૭] અંદાજે 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓએ પોતાના ઘર છોડવા પડ્યા હતા. હુલ્લડ અટકાવવાના ભાગ રૂપે 17,947 હિંદુઓ અને 3,616 મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી. કુલ 27,901 હિંદુઓ અને 7,651 મુસ્લિમોની ધરપકડ થઇ હતી.[૮][૯][૧૦]
આ ઘટનાઓ ભારતમાં રાજકીય રીતે હંમેશા વિવાદાસ્પદ રહી છે. કેટલાક ટિપ્પણી કરનારાઓ એ હિંદુઓ અને મુસ્લીમોના મૃત્યુને હત્યાકાંડ જણાવ્યો છે જેમાં સરકારે ભાગ ભજવ્યો હતો,[૧૧] તો અન્યો એ હિંદુઓ અને મુસ્લીમોના મૃત્યુને હુલ્લડો અને હિંસક બનાવોના શિકાર ગણાવ્યા છે. [૧૨]